તમને તમારું craft ફાવી જાય તો freelancing માં પૈસા એ પૈસા છે. એવી unique વસ્તુ ગોતી કાઢો જેની લોકો ને જરૂર હોય અને એ કરવા વાળા ઓછા હોય. જેમકે adobe CRM expert, ERPNext developer… etc… આ બધા enterprise software છે. company એ લાઈલીધા પછી એ જલ્દી સોફ્ટવેર બદલી નો શકે કારણ કે એમનો ડેટા એમાં હોય એટલે. તો પછી અમેને સોફટવેર માં modification કરાવું હોય તો? તો મેં પેલા કીધું એવા ડેવલપર કે expert ને ગોતે.
આ લિસ્ટ માં થી કદાચ એવું બને કે તમને 2-5 વેબસાઈટ પેલેથી ખબર હશે પણ વાંચજો ખરા કંઈક નવું જાણવા મળશે.
તમારા માં આવડત હોય તો નોકરો કરવો એના કરતા freelancing કરવું સારું. પણ જો તમારા માં સાહસવૃત્તિ નો હોય અને client જોડે માથા કુટ કરવી ગમતી નો હોય તો તમે રેવાદો ફ્રીલાન્સીન્ગ. જે કંપની ઓ US નું outsourcing નું વર્ક લે છે એ ઈ જ કરે છે. પોતે સાહસ કરે અને 75-80% પૈસા પોતે રાખે અને તમને AC વાળી ઓફિસ માં બેસવાદે અને ટેબલ પર ચા નાસ્તો આપ્યા કરે એટલે તમે ક્યાંય જાવ નઈ. કોઈ ને મનથી ખરીદવાનો best રસ્તો ખવડાવ્યા કરો. ઈ 20-25% માં થી લોકો ને 15-20 લાખ ના પેકેજ આપે છે હો આ બધી કંપનીઓ એટલે એમ નઈ માનતા કે આમાં પૈસા નથી. ઇનુઈ કામ તમે તમારા માટે કરો અને એ 25% નીજગ્યા એ 100% પૈસા મળે તો કેવું રે? થોડું comfort zone માં થી બાર નીકળવું પડે બસ.
હવે આ Outsourcing કોઈ પણ હોય શકે. finance, accounting , software development, data analysis, data entry બઉ બધી લાઈન નીકળે એમાં તો. કોલેજ પછી સીધું freelancing બઉ ઓછા લોકો કરી શકે. કોઈ એક વસ્તુ માં expert હોવું જરૂરી છે પછી એને surrounding services તમે આપી શકો.
કોઈ વસ્તુ નું Export બનવા શું કરવું?
બસ સિધ્ધો હિસાબ છે ઈ વસ્તુ માં 10 હાજર કલાક કાઢો એટલે તમે ઈ ફિલ્ડ માં ટોપ 10% માં આવી જાવ. હવે આ 10 હજાર કલાક તમે 5 વરસ માં ય પુરા કરી શકો અને 3 વરસ માં ય પુરા કરી શકો. એ તમારા ઉપર છે. તમારો IQ કેટલો છે એના ઉપર પણ છે. IQ high હોય (120 કરતા વધારે ) તો કદાચ તમારે expert બનવા 8 હાજર કલાક જ જોઈએ અને જો IQ ઓછો હોય તો કદાચ 12 હજાર કલાક પણ જોઈએ.
અમુક થોડા બીજા factors પણ છે જેમકે location અને competition પણ mostly ઉપરનું જે મેં કીધું એ છે. તમારી લાંબા સમય સુધી ચોંટાડી રાખવાની ક્ષમતા.
આ બધી પંચાત છોડો મને site નું લિસ્ટ આપો એટલે હું પૈસા છાપવા મંડુ.
તો હાલો ત્યારે…..
Freelancing sites
લિસ્ટ મારા મત અને રિસર્ચ પ્રમાણે બનાવેલું છે અને મને બધા નો experience નથી ખાલી અમુક નો જ છે જો તમને હોય તો comment માં કઈ શકો છો.
Upwork
- વાપરવા વાળા: સોફ્ટવેર ડેવલપમેન્ટ, વેબ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન અને વધુ સેવાઓ માટે
- ફી/કમીશન: ક્લાયન્ટ સાથે કુલ બિલ કરેલી રકમ પર આધારિત 5-20%
- ક્લાઈન્ટ audience: મોટી
- Competition: ઉંચી
વર્ષો પેલા આનું નામ elance હતું એને એની સાઈટ upwork વાળા ને વેચી દીધી. એ ભાઈ Indian જ છે. પણ born અને bought up US માં છે. એમને મળેલો છું હું. બઉ મજાના માણસ છે. ભાઈ 2010 માં US ના લોકો ને સલાહ આપતા તા જે તમે તમારી કંપની માં વર્ક ફ્રોમ હોમ ચાલુ કરવો. પણ લોકો નોતા માનતા. પછી તો પેંડેમીક આયો એટલે માનવું પડ્યું લોકો એ. અત્યારે એ ભાઈ gupshup.io કરીને કંપની છે એ ચલાવે છે. એમને upwork જોડે કઈ લેવા દેવા નથી.
અત્યારે upwork માં બઉ કોમ્પિટિશન છે. ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ વાળા 2-2 ડોલર કલાક ના ઉપર કામ કરે છે તો એમાં આપડો વારો ઓછો આવે. જે લોકો પેલા આમાં પ્રોફાઈલ જમાવી ને બેઠા છે એ ને ચાંદી છે.
અને હમણાં થી પ્લેટફોર્મ વાળને freelancers ની કઈ પડી નથી એમને એવું છે કે એ તો નકારા મળી જશે અમને એટલે એમને freelancers પાસેથી પણ એકાઉન્ટ ચાલુ રાખવા માટે પૈસા લેવાનું ચાલુ કર્યું છે.
તમારો પોર્ટફોલિયો સારો હોય અને નવા ક્લાઈન્ટ ગોતવા હોય તો ચાલે. વાન્ધો નઈ.
Fiverr
- વાપરવા વાળા: freelancers, micro-freelancers
- ફી/કમીશન: 20%
- ક્લાઈન્ટ audience: મોટી
- Competition: ઉંચી
આમ ગિગ સિસ્ટમ છે. તમારે કેવાનું કે હું આટલા રૂપિયા માં આટલું કરી દઈશ એને ક્લાઈન્ટ ને રસ પડે તો તમને મેસેજ કરે અને તમારી સર્વિસ ઓર્ડર કરે.
પ્લેટફોર્મ સારું છે પણ આ સસ્તી વસ્તુ માટે famous છે. ગિગ 5 ડોલર થી ચાલુ થાય. એક્સપર્ટ માટે 5 ડોલર કઈ ન કેવાય પણ એમ કરતા કરતા થોડા ક્લાઈન્ટ બંધાઈ જાય રેગ્યુલરલી તો તમારે monthly income સેટ થઇ શકે ખરા.
આમાં online રેવું જરૂરી છે એટલે મોબાઈલ એપ નાખી દેવી ફોન માં અને એમાં મેસેજ આવે તો તરત રિપ્લાય કરવો તો તમારું રેટિંગ ઉંચુ આવશે.
આ લોકો નો સપોર્ટ સારો છે. ફ્રીલાન્સર્સ ને સાચવે છે અને સાંભળે છે. પણ પોલિસી violate કરી તો કોઈના બાપ નું નઈ સાંભળે. સીધું એકાઉન્ટ લોક અને પૈસા ય લોક.
Freelancer.com
- વાપરવા વાળા: વિવિધ ક્ષેત્રોમાં ફ્રીલાન્સર્સ અને નોકરી દેવા વાળા
- ફી/કમીશન: નક્કી કરેલી પ્રોજેક્ટ્સ પર 10% અથવા $5 (જે પણ વધારે હોય); કલાકની આધારે પ્રોજેક્ટ પર 10%.
- ક્લાઈન્ટ audience: મોટી
- Competition: ઉંચી
upwork જેટલું જ જૂનું છે પણ આમ fraud ઘણા થાય છે એટલે ધ્યાન રાખવું client 2-3 મહીના મેહનત કરાવી ને code કે files લઈ ને જતો રે છે. support ની કોઈ આશા નો રાખવી.
Toptal
- વાપરવા વાળા: એલિટ ફ્રીલાન્સર્સ અને ઉચ્ચ શ્રેણીના ગ્રાહકો.
- ફી/કમીશન: ફ્રીલાન્સર્સ માટે કોઈ ફી નથી; ક્લાયન્ટ્સ ટેલેન્ટ માટે પ્રીમિયમ ચૂકવે છે.
- ક્લાઈન્ટ audience: મોટી
- Competition: ઓછી
હવે તમને એમ થશે કે કોમ્પિટિશન ઓછી છે અને ક્લાઈન્ટ પણ ઉંચા છે તો આમ જ એકાઉન્ટ ખોલી ને હમણાં પ્રોજેક્ટ લઈ લાઉ. પણ એમ નઈ થાય. આ લોકો પોતાનું interview લે છે અને એમાં જો તમે પાસ થાવ તો જ તમને એ સાઈટ માં લિસ્ટ કરે નહીંતર નઈ.
આ લોકો ય freelancers ને બઉ સાચવે છે કોઈ ચાર્જ નઈ કોઈ ફી નઈ. બસ આવો અને કામ કરો ને પૈસા કમાવ.
Guru
- વાપરવા વાળા: ફ્રીલાન્સર્સ અને બિઝનેસ.
- ફી/કમીશન: 8.95% સેવા ફી (subscription પ્લાન સાથે ઘટાડી શકાય છે).
- ક્લાઈન્ટ audience: મધ્યમ
- Competition: ઓછી
સપોર્ટ ઠીક ઠાક છે. બઉ જોબ પોસ્ટ થતી નથી. જો તમારા કામ નું મળી જાય તો તમારા નસીબ.
FlexJobs
- વાપરવા વાળા: ફ્રીલાન્સર્સ અને બિઝનેસ.
- ફી/કમીશન: નોકરી શોધનારા માટે સબ્સ્ક્રિપ્શન ફી ($14.95/મહિનો).
- ક્લાઈન્ટ audience: નાનુંથી મધ્યમ
- Competition: ઓછી
આ વેબસાઈટ freelance વર્ક નઇ પણ monthly જોબ ગોતી આપે છે. પેલા જોવાનું આપડા કામ નું લાગે તો $15 નો ખર્ચો કરવાનો નહીંતર નઈ
Contra
- વાપરવા વાળા: ફ્રીલાન્સર્સ અને બિઝનેસ.
- ફી/કમીશન: કોઈ કમિશન ફી નથી.
- ક્લાઈન્ટ audience: નાનુંથી મધ્યમ
- Competition: ઓછી
નવું પ્લેટફોર્મ છે પણ સારું લાગે છે. ટ્રાય કરાય કઈ ખોટું નઈ.
Braintrust
- વાપરવા વાળા: ટેકનોલોજી વ્યાવસાયિકો અને એન્ટરપ્રાઇઝ.
- ફી/કમીશન: કોઈ કમિશન ફી નથી; ફ્રીલાન્સર્સ તેમના કમાણીના 100% રાખે છે.
- ક્લાઈન્ટ audience: મધ્યમ
- Competition: માધ્યમ
આ લોકો એ web3 અને crypto નો concept લાયા છે freelancing માં. એ લોકો નો પોતાનો coin છે એ તમે રાખી શકો અને ટ્રેડ પણ કરી શકો. તમને પેમેન્ટ પણ એ coin માં આપે છે. કમિશન નથી એટલે ટ્રાય કરાય કઈ વાંધો નઈ
Upstack
- વાપરવા વાળા: રિમોટ સોફ્ટવેર ડેવલપર્સ.
- ફી/કમીશન: ફ્રીલાન્સર્સ માટે કોઈ ફી નથી; ક્લાયન્ટ્સ ટેલેન્ટ માટે ચૂકવે છે.
- ક્લાઈન્ટ audience: નાનુંથી મધ્યમ
- Competition: માધ્યમ
આ લોકો HR કંપની છે. પોતે માણસો રાખે પછી જેને જરૂર હોય એને આપે. આ લોકો multiple ઇન્ટરવ્યૂ લેવરાવે છે. એક અમેની જોડે અને પછી પાછું client જોડે. જો experience હોય તો આમાં પડવું નહીંતર reject કરશે આ લોકો તરત જ
Turing
- વાપરવા વાળા: સોફ્ટવેર એન્જિનિયર્સ અને કંપનીઓ કે જે રિમોટ ટેક ટેલેન્ટ શોધી રહી છે.
- ફી/કમીશન: ફ્રીલાન્સર્સ માટે કોઈ ફી નથી; ક્લાયન્ટ્સ ટેલેન્ટ માટે ચૂકવે છે.
- ક્લાઈન્ટ audience: મધ્યમ
- Competition: મધ્યમથી ઊંચી
આ લોકો પેલા ખાલી ટેલેન્ટ અને જોબ hunting નું કામ કરતાતા પણ હવે gen-AI માં move થયા છે. મેં જયારે છેલ્લે જોયું તું ત્યારે લિસ્ટિંગ બઉ ઓછા હતા આમાં. પણ અખતરા માં શું ખતરો છે.
DesignCrowd
- વાપરવા વાળા: ગ્રાફિક ડિઝાઇનર્સ અને બિઝનેસ જે ડિઝાઇન કામની જરૂર છે.
- ફી/કમીશન: સામાન્ય રીતે લગભગ 15%.
- ક્લાઈન્ટ audience: મધ્યમ
- Competition: બઉ ઉંચી
આ લોકો નો નવો concept છે. આ લોકો હરાજી/competition જેવું રાખે. client ને જરૂર હોય એ એની requirement મૂકે, પૈસા આપે આ લોકો ને અને બધા designer એ એની design બનાવની પછી client જેની પાસ કરે એને બધા પૈસા જાય. એમાં ક્યારેક એવું પણ હોય કે 10 winner announce કરે. પેલા વાળા ને $100 અને બાકીના બધા ને $10 આપે.
પણ design field એવી છે ને કે એમાં બઉ competition છે કારણકે એ easy છે એટલે બધા કરે છે. હમણાં પ્રોગ્રામિંગ જેવું અઘરું હોત તો અમુક જ કરી શકત એટલે બઉ competition નો થાત.
Andela
- વાપરવા વાળા: આફ્રિકન ટેક ટેલેન્ટ અને વૈશ્વિક કંપનીઓ.
- ફી/કમીશન: ફ્રીલાન્સર્સ માટે કોઈ ફી નથી; ક્લાયન્ટ્સ ટેલેન્ટ માટે ચૂકવે છે.
- ક્લાઈન્ટ audience: મધ્યમ
- Competition: માધ્યમ
આ લોકો ની terms બઉ ટાઈટ છે. 4 વરસ નો experience માંગે છે. અને English પાક્કું માંગે છે. પછી જ તમને signup કરે નહીંતર ત્યાં થી જ reject.
Wripple
- વાપરવા વાળા: ડિજિટલ માર્કેટિંગ અને ક્રિયેટિવ ક્ષેત્રમાં ફ્રીલાન્સર્સ અને બિઝનેસ.
- ફી/કમીશન: ફ્રીલાન્સર્સ માટે કોઈ ફી નથી; ક્લાયન્ટ્સ સેવાઓ માટે ચૂકવે છે.
- ક્લાઈન્ટ audience: મધ્યમ
- Competition: માધ્યમ
આમાં ય interview process છે જે પાસ કરશો તો એ લોકો તમને પોતાની સાઈટ માં લિસ્ટ કરશે.
તો આમાંથી શુ શીખ્યા?
ખાલી screwdriver ચલાવતા આવડી જાય એની મતલબ એમ નઈ કે તમે electrician બની ગયા. પોતાનો craft વેંચતા અને એને unique બનાવતા પણ આવડવું જોઈએ.
આ બધી સાઈટ મેં તમને કઈ દીધી એટલે કાલથી તમારા ખાતામાં પૈસા પાડવાના ચાલુ થઈ જશે? ના. સિધ્ધિ એને જઈ વરે જે પરસેવે નાય. મહેનત કરવી પડશે મેહનત.
🙏
Leave a Reply