આ ….હા… હા…. શું સિટી છે બાકી…. મજા આવી ગઈ .
દર વર્ષે કામ ના લીધે 25-45 દિવસ બેંગ્લોર માં રોકાવાનું થાય. આમ તો બેંગ્લોર માં બઉ કઈ ખાસ ફરવા જેવું નથી. મ્યુઝિયમ ને કિલ્લો ને એવું બધું છે. પણ weather ને લીધે તમને ત્યાં રેવું ગમે એમ. એકદમ ફુલ લીલું બધું જાડા જાડા જાડવા રોડ ઉપર ક્યાંય તડકો નો આવે એટલા તો બંને બાજુ જાડ રોપેલા.
મારે Jayanagar area માં રેવાનું અને એ જ એરિયા માં બીજા બ્લોક માં office. walking distance પર એટલે બઉ ટાઈમ નો બગડે. વચ્ચે મંદિર આવે એમાં જમી લેવાનું દાળ ભાત શાક રોટલી અને નમકીન કયારેક શીરો ય હોય.
બાકી આમ તમે north indian cuisine try કરવા જાવ તો રોજ નો ખાઈ શકાય એટલા માટે નઈ કે મોંઘુ છે. મોંઘુ તો છે જ પણ એટલા માટે કે ઈ લોકો ની ક્વોન્ટિટી બઉ વધારે હોય છે. પૂરું જ નો થાય. હું એટલું ખાઉં તો મારે 1 ટંક skip કરવો પડે પછી.
મારે મોસ્ટલી Udipi માં જવાનું થાય. Udipi એટલે એમની ભાષા માં ભોજનાલય એમ… ત્યાં Udipi નામ નું ગામ ય છે હો પાછું. તમે મારી જેમ vagitarian હોવ એને એવી restorant માં જવાનું prefer ન કરતા હોય જેમાં veg non -veg નું રસોડું ભેગું હોય તો બેસ્ટ રસ્તો Udipi. Udipi હંમેશા વેજ જ હોય. એને ઈ લોકો ની 1 વસ્તુ ગમી મને kitchen ઓપન જ હોય. તમને તમારી નજર સામે દેખાય કે એ મારા ઢોસા માં શું નાખે છે એમ. સારું છે ઈ.
એક બીજી વસ્તુ જોઈ મેં most of જગ્યા એ 2 option હોય 1 સેલ્ફ-સર્વિસ અને બીજું dininig. Dining માં વેઈટર આવી ને તમને serve કરે અને મેનુ માં સીધા ભાવ double 😂
સેલ્ફ-સર્વિસ માં પણ ટેબલ ખુરસી જ હોય પણ ટેબલ તમારે બીજા જોડે share કરવું પડે. અને અમુક જગ્યા એ standing ટેબલ હોય એટલે ઉભા-ઉભા જમવાનું.
રાજતાદ્રિ ફૂડ કોર્ટ કરીને છે ઈ મારુ ફેવરેટ મસ્ત જમવાનું મળે અને ટેસ્ટ consistent કોઈદી ફરક ન હોય. અને reasonable રેટ માં ધરાય જાવ એવી કોન્ટીટી.
ત્યાં એક નવી વસ્તુ જાણવા મળી. મને એમ કે ઢોસા એટલે ઢોસા પ્લેન ને મસાલા… એમાં બીજું શું હોય? ત્યાં 3 ટાઈપ ના નવા ઢોસા જોયા.
- Plain dose – નોરમલ પ્લેઇન ઢોસો
- Kali dose – આ થોડો જાડો ઢોસો આવે અને 2 આવે.
- Set dose – આમાં 3 ઢોસા આવે અને જાડા આવે
બીજી ઘણી વેરાઈટીઓ જોવા મળી ઢોસા માં, રાગી ના ઢોસા, ઓપન ઢોસા … વગેરે.. પણમને માજા ઉપર ના 3 માં આવે. કાલી અને સેટ ડોસા માં ખીરું same જ આવે એટલે ટેસ્ટ same જ આવે. પ્લેઇન ઢોસા એ લોકો ઉથલાવ્યા વગર બનાવે એટલે આપડા કરતા અલગ ટેસ્ટ આવે. અને ઘી માં બનાવે. પણ અલગ ટાઈપ નું ઘી હતું. double refined/filtered હશે ખબર નઈ.
પછી એક નાસ્તો કરવા અમે જતા નૈવિદ્યમ કરીને છે જયાનગર માં. મસ્ત. નાના વડા અને પોચી રૂ જેવી ઈડલી મળે.
north Indian નાસ્તો કરવો હોય તો આનંદ સ્વીટ્સ and સેવરીઝ. કચોરી જલેબી છોલેપુરી ખમણ ઢોકળા ને એવું બધું મળી જાય.
ડોસે કેમ્પ કરી ને છે. કોઈ દી લાઈન નો હોય એવું મેં નથી જોયું ત્યાં. ગમ્મે ત્યારે ફુલ જ હોય.
ઈડલી-ઢોસા માં આખા બેંગ્લોર માં 2 જગ્યા બઉ ફેમસ.
- વિદ્યાર્થી ભવન, basvangudi માં
- બેંગ્લોર કાફે 2nd બ્લોક જયાનગર
Sundar Pichai, Rishi Sunak આ બધા અહીંયા આવે. વિદ્યાર્થી ભવન માં બઉ waiting હોય અને એમાં કોઈ કન્નડ આવડતું હોય એવા ફ્રેન્ડ ને લઈ ને જવો નહીંતર પાર્સલ કરાવી લેવું. staff થોડો અઘરો છે.
લોકો ની ટ્રાફિક discipline નું કેવું પડે હો બાકી. હું આટલા દિવસ રયો મેં કોઈ road rage કે બાઝાબાઝી જોઈ નઇ. અહીંયા અમદાવાદ માં !! દર 3 દિવસે કોકે ઠોકેલી જ હોય અને માણસો ભેગું કર્યું હોય.
જયાનગર માં બધી બ્રાન્ડ ના શોરૂમ છે. સાંજ ની ઝાકમઝાળ જોવા જેવી હો બધા ભડકા છાપ LED લાઈટ રાખે. આમ રાતે દિવસ જેવો રોડ ચમકે. મ્યુન્સીપાલ્ટી ને સ્ટ્રીટ લાઈટ નો ખર્ચો જ નઈ
લોકલ પબ્લિક નું લહેરી લાલા જેવું કામ કાજ સવારે આરામથી 11-11:30 એ ખોલે દુકાન ને 7-8 વાગે તો જતા રે. ખાણી-પીણી વાળા ય તે.
નાઈટ લાઈફ, ક્લબ ને એવું enjoy કરવું હોય તો ચર્ચ સ્ટ્રીટ જવાનું માજા આવશે. અમદાવાદ ના CG રોડ જેવું. CG રોડ ની જેમ ચર્ચ સ્ટ્રીટ પણ જૂનું થઇ ગયું છે. નવો પાર્ટી એરીયા(કે રોડ) કયો છે એ મને ખબર નથી.
1 મેં disparity પણ જોઈ. racing bike વાળા કે જેનું bike 2-2.5 લાખ થી ચાલુ થતું હોય, લોકો એવા bike લઈ ને એમાં Rapido ચલાવે. મને તો નાવાઇ લાગી. આટલી મોંઘી bike ને 60-70 રૂપિયા નો પરચુરણ ધંધો કરવાનો ? પછી મને યાદ આયુ કે લોકો આ બધી વસ્તુ હપ્તા ઉપર લઇ લે છે ને પછી આવું બધું કરવું પડે. દેખાડા ની દુનિયા છે ભાઈ. મેં કોઈ દી વાહન હપ્તા ઉપર લીધું નઇ એટલે મને આ સમજ માં નો આયુ. વાહન એક depreciating asset છે એના ઉપર તમે જો વ્યાજ ચડાવો તો તમને કેટલા માં પડે ઈ વાહન. એના કરતા જો ઊંધું કરો પેલા પૈસા અલગ મુકો એને એનું જે વ્યાજ આવે એને ગણો તો તમને એટલું discount મળી ગયું. ખબર નઈ લોકો કઈ રીતે મેનેજ કરતા હશે.
નવી નવી સર્વિસ જોવા મળે તમને. electric બાઈક rent ઉપર મળતા તા હવે બંધ થઈ ગયા. હજુ swappable battery station જોવા મળે. અહીંયા અમદાવાદ માં મેં જોયા નઈ. 1 સર્વિસ છે જે ડ્રાઈવર રેન્ટ ઉપર આપે કલાક ના ₹80-60. કાંઈ ખોટું નઈ. બીજું બધું ઓલું ડિલિવરી વાળું તો ખરુજ zepto, dunzo ને blinkit ને એ. એ delivery વાળા ય જોરદાર. રેન્ટ ઉપર electric બાઈક લે. મહિના માટે લે એટલે discount મળે અને એનો use કરી ને ડીલીવરી કરે અને જે પગાર આવે એમાં થી ઇલેક્ટ્રિક bike નું ભાડું ચૂકવી દે એટલે રોકાણ વગર નો વહીવટ થઇ ગયો.
સારી વાસ્તુઓ
- વાતાવરણ. આ હા હા … 30 ની ઉપર કોઈ દી જાય નઈ બાપા temperature અને વરસ માં 8 મહિના થોડો થોડો વરસાદ પડે એટલે તમને ઠંડા ને ઠંડા જ રાખે. Most of ઓફિસ માં AC તો દૂર ની વસ્તુ પંખા ય નઈ. જરૂર જ ન પડે. મારી જેવા અમદાવાદ માં રહેલા ને આ નવાઈ લાગી પેલી વાર ગયો ત્યારે
- IT community મોટી અને support પણ મળી રે
- કોઈ innovative startup બનવું હોય તો વાપરવા વાળી audience મળી રે
- Startup માટે VC funding જોયુતુ હોય તો મળી રે કારણ કે ઘણા ખરા VC ત્યાં જ છે
- જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ જેમકે શાકભાજી, દૂધ વગેરે ફ્રેશ અને સસ્તા
- પ્રજા health conscious ખરી એટલે તમને ચીઝ પનીર ની લારીઓ કરતા જ્યુશ અને fruit ની લારીઓ વધારે જોવા મળે
- નવા નવા startup ની સર્વિસ અહીંયા પેલા મળે
- સમજુ પ્રજા ખોટું noise pollution નઈ. આપડી જેમ નઈ રોડ ખાલી હોય તોય પે … પે…. પે…કર્યા કરે
- ટ્રાફિક ના બધા નીયમ follow કરવા પડે. Activa માં પાછળ વાળા ને ય હેલ્મેટ પેરવાનું બોલો. નહોતર મેમો આવી જાય તરત જ. એમાં CCTV કેમેરા નઈ પોલીસ ફોટો પાડે. કઈ બોલે નઈ. ઘરે મેમો આવી જાય સીધો કોઈ setting થાય નઈ. કદાચ તમને કન્નડ આવડતું હોય અને તમે એને ફોટો પડતા જોવો તો કદાચ chance છે setting નો
- Weather app દર વખતે accurate હો. એમાં લખ્યું હોય 4 વાગે વરસાદ આવશે એટલે આવે જ. મેં એવું સાંભળ્યું છે કે ઝોમેટો વાળા એ સેન્સર લગાડાવ્યા છે accurate data માટે જેનાથી એલોકો વરસાદ નો surge ચાર્જ લઇ શકે એટલે
નરસી વસ્તુઓ
- એ લોકો ની local ભાષા કન્નડ નો આવડે તો થોડો પ્રોબ્લેમ પડે
- રીક્ષા વાળા કે કોઈ દુકાન વાળા ને ખબર પડી જાય કે તમે હિન્દી ભાષી છો તો વસ્તુ ઓ ના ભાવ ઑટોમૅટિક વધી જાય અને ઘણી વાર બાજા-બાજી ના પણ કિસ્સા સાંભળેલા છે.
- રૂમ કે flat ભાડે લેવામાટે ગયા હોય તો છેતરામણી થાય એવા કિસ્સા પણ સાંભળ્યા છે. ડિપોઝિટ લઈને પેલો ભાગી જાય
- છત્રી હારે ફેરવવી પડે ગમ્મે ત્યારે વરસાદ ત્રાટકે
- ખાવા માં south indian સિવાય બધું મોંઘુ.
- ભંગાર ચા. ક્યાંય સારી ચા નો મળે. 😞 કોફી કદાચ સારી મળતી હશે પણ એ હું પીતો નથી. (ડાટા દેવાય જાય છે ડાટા)
- Airport થી ગામ બઉ આઘું બાપા
- ટ્રાફિક હેરાન કરી મૂકે. બેંગ્લોર આટલી વસ્તી handle કરવા માટે બનેલું નથી એટલે રોડ નાના છે એટલે ટ્રાફિક નો problem છે. બને ત્યાં સુધી મેટ્રો વાપરવી અને peak-traffic hours માં ક્યાંક જવું ટાળવું ખોટો ટાઈમ વેસ્ટ થશે
શું ધ્યાન રાખવું?
- Sandwich કે પાઉં વાળી વસ્તુ ખાવી નઈ. ત્યાં કંઈક અલગ રીતે બનાવે છે એલોકો structure હોતું જ નથી અડો એટલે ભૂકો થવા મંડે bread નો. એક નઈ બધે same જ bread આવે છે. ન્યાં નું પાણી એવું હોય તો ખબર નઈ
- રીક્ષા કે ટેક્ષી uber ola rapido થી જ કરવી એલોકો હિન્દી આવડતું હોય એને જ લે છે. direct કરવા જશો તો હેરાન થઇ જશો
- એરપોર્ટ થી ગામમાં જવાના ₹1000 કેબ માં ને ₹350 બસ માં સમજી ને ચાલવું
- રહેવાના ભાડા બઉ મોંઘા, ત્યાં જગ્યા ઓછી છે અને હિલ ઉપર છે એટલે બધા ને ત્યાં રેહવું છે એટલે. supply and demand નો rule લાગે
- પોલીસ ની ઝપટ માં આવું અને કંઈક થાય (ચોરી કે કઈ) તો એમની માટે તમે બીજા રાજ્યના હિન્દી ભાષી લોકો છો તો તમને એમનો સહકાર મળશે એવી આશા રાખવી નઈ. specially when other person is local.
પણ આવડું મોટું ગામ ક્યાંય ચા સારી નો મળે. મેં ₹12 થી માંડી ને 75 રૂપિયે કપ સુધી ની ટ્રાય કરી. તમારા ધ્યાન માં કોઈ સારો ચા વાળો હોય તો કે જો.
તમે ગયા છો બેંગ્લોર? કેવો રયો તમારો experience. નીચે કોમેન્ટ માં જણાવજો
🙏
Leave a Reply