Da Vinci’s Demons (2013) review

પેલા ટ્રેલર જોઈ લઈ એ

da vinci’s demons trailer

લિયૉનાર્ડોભાઈ દ વીંચી એચીયાનોવાળા ની સ્ટોરી છે.

👉 આ સિરીઝ R-rated  છે એટલે જો તમારી ઉમર 16 વર્ષ થી નાની હોય તો તમારા વાલી ને પુછીને આ સિરીઝ જોવી.

જો તમને આ ટાઈપ ની history, drama અને adventure વાળી series ગમતી હોય તો આ series must watch હો.

એક વસ્તુ યાદ રાખવી જેમાં ડેવીડભાઈ એસ ગોયર મીશગનવાળા નું નામ હોય ઈ series આંખ બંધ કરી ને જોઈ લેવી (એટલે વિચાર્યા વગર એમ. literally નઈ લેતા પાછા)

Title Theme audio જે છે એ બેરભાઈ મકરિયારી ફ્લોરિડા વાળા એ આપેલો છે. જોરદાર માણસ છે. મારા મતે તો પેલો નંબર હાન્સભાઈ ઝિમ્મર પછી લુડવીંગભાઈ ગોરનસન અને પછી તરત બેરભાઈ મકરિયારી અને એમના પછી નેટલીબેન હોલ્ટ અને એમના પછી રમીનભાઈ જવાડી. આ લોકો મ્યુઝિક બનાવે એટલે કઈ જોવા પણું જ નઈ.

બેરભાઈ મકરિયારી બઉ research અને attention તો detail વાળા માણસ છે. હવે લિયૉનાર્ડોભાઈ દ વીંચી એ એમના ટાઈમ માં ઘણી શોધ કરેલી અને બધી અલગ અલગ ફિલ્ડ માં હો. મેડિકલ ફિલ્ડ માં પછી પેઈંટીગ તો તમને ખબર જ હશે પણ એને 14મી સદી માં રોબોટ ની બ્લ્યુપ્રિન્ટ બનાવી નાખેલી એની drawings હજુ પડી છે હો. તો બેરભાઈ ને એમ થયું કે હું ય કંઈક meaning વાળું music બનવું. તો ભાઈ એ main theme જ બનાવી ઈ palindrome બનાવી. palindrome એટલે એવી વસ્તુ જેને બેય બાજુ થી વાંચો કે સાંભળો તો સરખી લાગે જેમકે 1331 એ palindrome કેવાય એવું એને music બનાયું કે એને ઊંધું સાંભળો તોય સરખું જ લાગે.

સ્ટોરી માં ડેવીડભાઈ હોય એટલે નો કેવું પડે. એમનું research ય એવું અને એમની પાસે ટીમ છે writers ની એટલે ચકા-ચક સ્ટોરી.

આ series R-Rated છે I think. એટલે ધ્યાન રાખજો તમારા નાના છોકરા હારે નઈ જોતા.

VFX છે થોડી અને ઠીક-ઠીક છે. TV વાળા પાસે બઉ બજેટ નો હોય તોય સારી છે ચાલે એવી છે.

હજુ તમને હચુ-ડચુ હોય તો એક scene જોઈ લો પછી નક્કી કરજો

Observation skill, slo-mo shot, drawing, pan around shot, Thought process of converting real world object to drawing, CGI, Tonality, Music બધું અહાહા …

રોજ એક જ episode જોવાનો બઉ એની પાછળ નઈ પડી જવાનું. એકસાથે બઉ જાજા એપિસોડ જોવા સારા નઇ.

– @gujaratigeek

ઠીક ત્યારે. ચાલુ કરો તો કે જો કેવી લાગે ઈ.

🙏


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version