હમણાં બેંગ્લોર થી આયો અમદાવાદ એક દોઢ મહિનો જેવું રહીને. પગ મુક્યો ને એમ થાય કે શું છે આ. કયા રણ માં આવી ગ્યા. 2 સેકન્ડ માં આખા બોડી નું પાણી ચુસાઈ ગયું એવી ગરમી.
પણ એનું પૂરેપૂરું કારણ તાપમાન નથી એવું મને લાગે છે. થોડા decision ખોટા લેવાયેલા છે.
એક તો જાણે કે AMC, જ્યાં હોય ત્યાં હાલતા હાલતા ઝાડ કાપી નાખે. નડતું નો હોય તોય અને મોટું હોય તોય. બીજા બિલ્ડરો.
ઈ બાબત માં બેંગ્લોર(જયાનગર) હો કેવા જાડા ઝાડ 100-150 વરસ જુના તો હશે જ. એક જણા ને ત્યાં તો મેં કેવું જોયું ઝાડ ઘર ની બાર હતું પણ ઉગતા ઉગતા મોટું થઇ ગયું તો બીજા માલ ની બાલ્કની સુધી પોચી ગયું. તો ભાઈ એ એટલો બાલ્કની નો ભાગ કપાવી ને એમાં થડ નીકળે એવડો hole પડાવી દીધો. ઝાડ ની ડાળીયું બાલ્કની ના દરવાજા સુધી આવે અંદર એમ. પણ કુદરત ની કરામત કે ઝાડ ની એટલી sense જોવો તમે. ઝાડ હતું jackfruit નું અને આખા ઝાડ ની બધી ડાળી કરતા સૌથી વધારે fruit એ ડાળી માં લટક્તાંતા બોલો. એ વસ્તુ અહીંયા હોય તો કે દી નું કાપી નાખ્યું હોય.
સીંગાપોર માં નિયમ છે જે બિલ્ડર જેટલી જગ્યા માં સ્કીમ બનાવે એટલા sq.ft નો બગીચો બનવાનો. અને ઈ પાછો ત્યાં જ બનવાનો ગામ ની બાર નઈ. તમને vertical garden બનાવની છૂટ. એને લીધી એમનું AC નું બિલ ઘટી ગયું અને આખી બિલ્ડીંગ ઠંડી રે અને તડકો ય નો આવે.
આપડે? બિલ્ડરો એ કાયદા માં છીંડા ગોતી લીધા હશે. માળા હાળા જગ્યા ક્યાંય waste નો જવા દે હો. હું બગીચો કરું એના કરતા shade વાળું parking કરી ને વધારે પૈસા માં નો વેચું એમ.
સરકારનો અમુક પ્રમાણ માં મોટા જાડ રોપવાનો નિયમ હશે લગભગ, તો માળા હાળા આ લોકો આસોપાલવ રોપી દે છે છાંયો ય નો આવે અને જગ્યા ય નો રોકે અને મોટું ઝાડ જ કેવાય ને! લે!
અમદાવાદ થી ગાંધીનગર જાવ તમે એટલે તમને temperature માં 2-5 ડિગ્રી નો ફરક તમને રીયલ માં ફીલ થાય આમ.
તો હવે આનું solution શું?
તંબુરો solution આનું. નથી municipality સુધારવાની નથી બિલ્ડરો સુધારવાના 1 દીવસ 55 કે 60 ડિગ્રી એ પહોંચાડી ને છોડશે આ લોકો. ભર્યા કરો AC ના બિલ એટલે ટોરેન્ટ વાળા ય જલસા કરે.
એક solution છે મારા mind માં. AMC Tax ક્રેડિટ કે discount આપે તો જોવો લો હમણાં. સોસાઈટી વાળા સામે ચાલી ને ઝાડવા નું એવું ધ્યાન રાખે ને. inspection રાખવું પડે એમાં અને એમાં પણ થોડા પૈસા ખવડાવી દેશે એવું પણ થશે.
તમારા મગજ માં બીજું કાંઈ solution હોય તો કે જો.
આવજો ત્યારે
🙏
Leave a Reply Cancel reply