Reacher(2022) Series Review

આ હા હા હા …. એલનભાઈ રિચસન ગ્રાન્ડ ફૉર્કસ વાળા (મેઈન actor) અને લીભાઈ ચાઈલ્ડ કોવેન્ટ્રી વાળા (લેખક) એ સુ જલસો કરાવ્યો છે ભાઈ……. માજા આવી ગઈ. બઉ ટાઈમે આવી સરસ properly executed series જોઈ.

Reacher ની અત્યાર સુધી માં 2 season આવેલી છે અને એ 3જી season માટે એમેજોન વાળા એ લીલી ઝંડી આપી દીધી છે જે 2025 માં આવશે.

આ સિરીઝ બુક ઉપર થી adapt કરવા માં આવી છે. ટોટલ 24 બુક છે જે લીભાઈ ચાઈલ્ડ કોવેન્ટ્રી વાળા એ લખેલી છે. બઉ મસ્ત execution કર્યું છે. એને ક્યાંય વેઠ નથી ઉતારી વીડિયોગ્રાફી માં. જ્યાં જે વસ્તુ જે સ્પીડ અને જે રીતે બતાવી જોઈએ એ જ રીતે બતાવી છે.

તમને સસ્પેન્સ થ્રિલર અને mystery વાળી season ગમતી હોય તો ચુકતા નઈ. જેક રિચર ની હાઈટ બોડી જેવી બુક માં લખેલી છે એવી જ એલનભાઈ રિચસન ગ્રાન્ડ ફૉર્કસ વાળા ની છે. જોઈ ને ભલભલા બી જાય. એને પાછું એનું જેક રિચર ને મિલેટ્રી background એટલે ગમે ત્યાં ફાઈટિંગ કરી નાખે.

પેલી season બઉ મસ્ત છે. 2જી season માં મને વીલન થોડો weak લાગ્યો પણ એમાં સ્ટોરી અને twist and turns મસ્ત છે.

મને જેક રિચર કેરેક્ટર ની અમુક વસ્તુ ગમી. એની સાદગી, minimalist લાઈફ સ્ટાઇલ, morality, ethics, comradery. શીખવા જેવું છે એમાં થી. એની જે સારું અને ખરાબ, શુ સાચું છે અને શુ ખોટું થઈ રહ્યું છે એ જોવાની, પારખવાની અને પકડવાની skill જે બતાવી છે ને…. મસ્ત હો બાકી.

મારુ નો માનવું હોય તો ટ્રેલર જોઈ ને જાતે નક્કી કરો જોવી કે નઈ બસ…

મને નથી લાગતું કે મને ઓરિજિનલ બુક વાંચવાનો ટાઈમ મળે પણ જ્યાં સુધી એમેજોન વાળા original કન્ટેન્ટ સાથે રહેશે એને આવી ને આવી season કાઢતા રહેશે તો હું જોઈશ.

તો આમાંથી શુ શીખ્યા?

Reacher series સારી છે જોવાય. જો કદાચ ધીમી લાગે તો 1.20 ની સ્પીડે જોવી. એને એમાં જે વસ્તુ સારી લાગે તો એને જીવન માં ઉતારવાનો પ્રયત્ન કરવો.

🙏


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version