freelancing વિષે ની post લખતોતો ત્યાં યાદ આવ્યું જે આ બધું તો ઇંગલિશ વગર તો કોઈ કરી શકવાનું નથી એટલે એમ થયું કે એના ઉપર ય એક પોસ્ટ લખી લઇ એ.
પેલી વાત તો બધા ની શીખવાની રીત અલગ અલગ હોય છે. મારી વાત કરું તો મને practical knowledge જલ્દી મગજ માં ઉતરે કારણ કે હું એને relate કરી શકું એટલે. એટલે કે કોઈ મને એકલી વ્યાખ્યા કે તો નો સમજાય પણ વ્યાખ્યા સાથે ઉદાહરણ આપે તો વ્યાખ્યા સમજાય જાય અને યાદ પણ રે.
પછી વાત આવે માધ્યમ ની કઈ sense થી information આવે તો જલ્દી યાદ રે. મને યાદ છે કોલેજ માં હતો ત્યારે મારે એવું કે જે ચેપ્ટર નો લેકચર ભર્યો હોય એ ચેપટર કોઈદી ખોલી ને વાંચવાની જરૂર ન પડે. exam માં પણ નઈ. અને જેના લેક્ચર ન ભર્યા હોય એ ચેપટર 3-3 વાર વાંચું ત્યારે માંડ માંડ યાદ રે. એનો મતલબ એ કે મને જોવા અને સાંભળવાથી વધારે યાદ રે છે. વાંચવા થી ઓછું.
મારા અમુક ફ્રેન્ડ હતા જે ને ખાલી સાંભળવાથી જ યાદ રેતુંતું. અને અમુક હતા એને વાંચ્યા વગર યાદ જ ન રે લેક્ચર ભર્યો હોય કે નો ભર્યો હોય ઘરે જઈ ને એ ચેપટર બુક માં ફરીથી જોવું જ પડે.
કેવાનો મતલબ એ કે પેલા તમને કઈ રીતે યાદ રે છે એ નક્કી કરો. બધા નું અલગ અલગ હોય એટલે.
ગુજરાતીઓ અને ઇંગલિશ
મેં મારી આજુ બાજુ ઇંગ્લિશ થી બીક બઉ જોઈ. company માં જોઈયે તો developer જોરદાર હોય code લખે એટલે તમારે review કરવાની જરૂર નો પડે. બધા cases અને scnario handled હોય. પણ જો એમ પૂછી કે તે જે આ લખ્યું ઈ ઇંગલિશ માં સમજાય તો ભાઈ (કે બેન) પાણી માં બેસી જાય. code માં comment ય લખેલી હોય હો. અને એ પછી english માં જ હોય હો તોય આવું થાય. મારા માટે આ comfidance ની ખામી છે.
1લો રસ્તો: એપ થી શીખો
બધા નવી લેન્ગવેજ શીખવા માટે હવે તો એપ્પ પણ આવે છે અને એ તમને બેઝિક થી શરૂવાત કરી ને શીખવાડે 1-1 શબ્દ અને વાક્યો. મને 2 એપ્પ mind માં આવે છે. જોકે આમાંથી એકેય મેં વાપરી નથી. પણ બીજા પાસે થી સારું સાંભળ્યું છે એટલે suggest કરું છું.
Duolingo
આનો CEO જોરદાર અને મજાનો માણસ છે. એની એક ted talk છે. જોવા જેવો વિડિઓ છે.
How to Make Learning as Addictive as Social Media | Luis Von Ahn | TED
લેન્ગવેજ શીખવા માટે ની 1 નંબર એપ. કઈ જોવા પણું નઈ. અને શીખવા માટે કદાચ થોડા પૈસા માંગે તો આપી દેવા. એને ખર્ચો ને પોતાના માં ઇન્વેસ્ટમેન્ટ સમજવું.
અને આ એપ ને તમે લોકલ ટ્યુશન સાથે પણ કરી શકો છો. પેલા બેઝિક તમારી આજુ-બાજુ ના ક્લાસીસ માં 1500-2000 રૂપિયા માં શીખી લેવાનું. પછી advance course એપ માં થી શીખવાનું ચાલુ કરો.
HelloTalk
આ એપ નો નવો concept છે. પેલા તમને બેઝિક સિખડાવે પછી તમને છુટ્ટા મૂકી દે (ચરવા માટે). 😂. એમાં તમે જે લેન્ગવેજ શીખવા માંગતા હોય એના native લોકો જોડે તમને ચેટ થી વાત કરાવે એટલે તમે જાતે વાત કરી કરી ને પોતાનો confidence build કરી શકો. સીધું practical શીખડાવે એમ.
મજાની વાત એ છે એમાં બીજી લેન્ગવેજ હારે વાત કરતા કરતા અને શીખતાં શીખતાં લોકો ને પ્રેમ થઈ ગયા ના દાખલા છે. હે..હે ….
2જો રસ્તો: Content consume કરી ને
મગજ જે છે ને એ જોરદાર prediction મશીન છે. જો તમે એને enough content આપો તો ઈ automatic generate કરવા માંડે.
વિચારો બાળક કઈ રીતે ભાષા શીખે છે? બીજાનું સાંભળીને. scientist લોકો એ experiment કર્યો બાળક જન્મ્યું ત્યાર થી બધા ને કઈ દીધું કોઈએ આને બોલવાનું નઈ. એનું ધ્યાન બધું રાખવાનું પણ એને કેવાનું નઈ આ બોલ કે એવું કઈ. speaking અને language related કઈ influence નઈ કરવાનું.
તો શું થયું? એ બાળક એની આજુ બાજુ ના લોકો ને જોઈ ને અને સાંભળીને 4 વરસ માં કડકડાટ ભાષા બોલતા શીખી ગયું.
તો તમે મગજ માં information ઠાલવ્યા કરો તો પછી ઈ mix કરી ને બધું બનાવ્યા કરે. એટલે જ બઉ social મીડિયા જોવાની ના પડે છે. મગજ તમારું એવી જ વસ્તુ વિચારતું અને કરતુ થઈ જાય હવે ઈ સમાજ માટે સારી હોય કે ખરાબ એની ભનક નો પડે bias આવી જાય.
તો હવે શું કરવાંનું?
- પેલા નક્કી કરો તમને ક્યાં ટોપિક કે વસ્તુ ગમે છે. જેમકે news, politics, Action movies, Romantic movies કે TV series ગમે તે. પણ એવી વસ્તુ કે જે તમને બીજી લેન્ગવેજ મેં જોવાની કે તો તમે જલ્દી bore નો થાવ
- એનો source ગોતો… youtube કે પછી કોઈ બીજી જગ્યા એ થી
- અને જોવાનું ચાલુ કરી દો. પેલા subtitle સાથે જોવાનું પછી ધીમે ધીમે subtitle બંધ કરી દેવાના
બસ આટલું જ છે. કરી દો ચાલુ આજ થી જ.
3જો રસ્તો ટ્રાવેલ કરી ને
જે ભાષા શીખવી છે એ દેશ કે એ area માં જાવ અને લોકો સાથે વાતો કરો. લોકો ની વાતો સાંભળો આજુ બાજુ એટલે automatic થોડું થોડું સમજાવા માંડશે. બોલી નઈ શકો starting માં પણ સમજાશે ખરું. પછી ધીમે ધીમે બોલતા ય થઈ જશો. ધીરજ રાખજો ટાઈમ લાગશે. 6 મહિના સમજવાના.
4થો રસ્તો: સ્કૂલે જઈ ને
અમદાવાદ માં ગુજરાત વિદ્યાપીઠ માં course થાય છે. Indian લેન્ગવેજ Bengali, Gujarati, Hindi, Kannada, Malayalam, Marathi, Punjabi અને ફોરેન લેન્ગવેજ Arabic, Chinese , English, French, German, Japanese, Persian, Russian, Spanish. મેં કયરો નથી એમાં કોર્ષ પણ મારા friend એ ગુજરાતી નો કર્યો તો હવે સારું બોલી શકે છે. એટલે બેઝિક માટે સારું પડે પછી આપડે પોતાની રીતે આગળ વધી શકીયે.
નવી વસ્તુ સીખવામાં કોઈ શરમ રાખવી નઈ. એમાં કોઈ ઉમર કે એવું કઈ વિચારવાનું નઈ. નવી વસ્તુ શીખવા થી તમારું મગજ કસાય એને એના થી તમને નવા idea અને prospective મગજ માં આવે અને જો તમે નવી language શીખો તો તમે ઈ લેન્વેજ નું ઉત્તમ સિંહિત્ય વાંચી અને સમજી શકો એટલે મગજ ઔર ખીલે તમારું એટલે કોઈ ની શરમ રાખવી નઈ. જ્યાંથી શીખવા મળે જેની પાસેથી શીખવા મળે શીખો… શીખવાડવા વાળા તમારા થી નાના હોય કે મોટા એનું કઈ નો વિચારો બસ શીખો.
તો એમાંથી શુ શીખ્યા?
કંઈક નવું શીખવાનું રાખો એની કોઈ side-effect નથી.
🙏
Leave a Reply Cancel reply